Gujarat Bharti 2025 : Ojas New Bharti 2025 : ઓજસ નવી ભરતી અંતર્ગત ફિમેલ હલ્થ વર્કર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
Ojas BMC Recruitment 2025, ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2025 : ભાવનગરમાં રહેતી અને કાયમી નોકરી શોધી રહેલી મહિલા ઉમેદવારો માટે નોકરીના સમાચાર સમાચરા આવી ગયા છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હેલ્થ વિભાગમાં ફિમેલ હેલ્થ વર્કરની કુલ 30 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારોને પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ઓજસ નવી ભરતી અંતર્ગત ફિમેલ હલ્થ વર્કર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
ઓજસ નવી ભરતી 2025ની મહત્વની માહિતી
| સંસ્થા | ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) |
| વિભાગ | હેલ્થ વિભાગ |
| પોસ્ટ | ફિમેલ હેલ્થ વર્કર |
| જગ્યા | 30 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 8-11-2025 |
| ક્યાં અરજી કરવી | http://ojas.gujarat.gov.in |
BMC ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો
| કેટેગરી | જગ્યા |
| બિન અનામત | 14 |
| આર્થિક રીતે પછાત વર્ગ | 3 |
| અનુસુચિત જાતિ | 2 |
| અનુસુચિત જનજાતિ | 4 |
| સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત પર્ગ | 7 |
| કુલ | 30 |
ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય ડીપ્લોમાં નર્સીંગ પાસ અથવા બે વર્ષનો એ.એન.એમ.નો કોર્ષ કરેલો હોવો જોઈએ.
- કમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
- ગુજરાતી અને હિન્દી બંનેનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
પગાર ધોરણ
પસંદ પામેલા ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ₹26,000 નિયત થયેલો ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ-2 પ્રમાણે ₹19,900-₹63,200 નિયમીત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.
વય મર્યાદા
- અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 34 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરનો બાદ લાગુ પડશે નહિં. અધિક્તમ વય મર્યાદા 58 વર્ષની રહેશે.
નોટિફિકેશન
BMC Female Health Worker Job notification : Download
અરજી કેવી રીતે કરવી?
- ઓજસ અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારેસૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
- ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને BMC સિલેક્ટ કરવું
- ઉમેદવારે જાહેરાતપૈકીની સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
- અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
- અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી
આ પણ અવશ્ય વાંચો : IBPS PO Mains Exam 2025 GA પ્રશ્નો: તમે જાણો કે શું પૂછાયું? Must Read!
1 thought on “Gujarat Bharti 2025 : ભાવનગરમાં મહિલાઓને કાયમી મેળવવાની તક, અહીં વાંચો પગારથી લઈને બધું જ”