ISRO Recruitment 2025, Government Jobs: સરકારી નોકરી મેળવવા માંગતા હોય તેમના માટે એક ખાસ તક છે. ISRO (Indian Space Research Organization) ના સ્પેસ એપ્લિકેશન સેન્ટરે અમુક ખાસ પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે.
ISRO Recruitment: ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ISRO) ના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC), અમદાવાદ દ્વારા ટેકનિશિયન B અને ફાર્માસિસ્ટ A ની જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને ઓફિશિયલ વેબસાઇટ careers.sac.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની તક આપવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
- ટેકનિશિયન B: 10મું પાસ અને સંબંધિત ટ્રેડમાં ITI ડિગ્રી જરૂરી.
- ફાર્માસિસ્ટ A: ફાર્મસીમાં First Class Diploma ધરાવનાર ઉમેદવાર અરજી કરી શકે છે.
વય મર્યાદા
- ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
- મહત્તમ ઉંમર: 35 વર્ષ
ઉંમર 13 નવેમ્બર, 2025 મુજબ ગણવામાં આવશે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર વયમાં છૂટછાટ આપવામાં આવશે.
અરજી ફી અને રિફંડ:
- બધા ઉમેદવારોને અરજી ફી ₹500 રહેશે.
- General, OBC, EWS: પરીક્ષા બાદ ₹400 રિફંડ મળશે.
- SC, ST, PwD, Women: ₹500 સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.
પગાર માળખું
- ટેકનિશિયન B: ₹21,700 – ₹69,100 પ્રતિ માસ
- ફાર્માસિસ્ટ A: ₹29,200 – ₹92,300 પ્રતિ માસ
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી નીચે મુજબના તબક્કાઓ દ્વારા થશે:
- Computer Based Test (CBT)
- Trade/Skill Test
- Document Verification
- Medical Examination
કેવી રીતે અરજી કરવી?
- આ માટે તમે ISROની ઓફિશિયલ વેબસાઇટ careers.sac.gov.in પર જાઓ
- “Recruitment” વિભાગમાં જઈ Technician/Pharmacist 2025 લિંક પસંદ કરો.
- “Apply Online” પર ક્લિક કરો અને અરજી ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો, ફોટો અને સહી અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
- અંતે ફોર્મનું પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો : IB Vacancy 2025: પરીક્ષા વગર ઈન્ટેલિજન્સ બ્યુરોમાં સરકારી નોકરી મેળવવાની તક, ₹1.42 લાખ સુધી પગાર
1 thought on “ISRO Recruitment 2025 : 90,000 પગારવાળી સરકારી નોકરીની મોટી તક, ISROમાં બહાર પડી ભરતી, જાણો ડિટેઈલ”