ISRO YUVIKA 2026: જો તમારું બાળક સ્પેસ, રોકેટ અને તારાઓની દુનિયામાં રસ ધરાવે છે, તો ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા (ISRO) તેના સપનાઓને પાંખો આપવા તૈયાર છે. ISRO દ્વારા વર્ષ 2026 માટે ‘યુવા વિજ્ઞાની કાર્યક્રમ’ (YUVIKA) ની જાહેરાત કરવામાં આવી છે.
આ લેખમાં અમે તમને જણાવીશું કે કોણ આમાં ભાગ લઈ શકે, કેવી રીતે પસંદગી થાય છે અને રજીસ્ટ્રેશન માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ.
ISRO YUVIKA 2026 શું છે? (Young Scientist Programme)
YUVIKA એ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે રૂચિ જગાડવા માટેનો ISRO નો એક ખાસ કાર્યક્રમ છે. આમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓને ૨ અઠવાડિયા સુધી ISRO ના વિજ્ઞાનીઓ સાથે સીધો સંવાદ કરવાની અને રોકેટ લોન્ચિંગ જેવી પ્રક્રિયાઓને નજીકથી જોવાની તક મળે છે.
ISRO YUVIKA 2026 ની મુખ્ય વિગતો (Key Highlights)
| વિગત | માહિતી |
| સંસ્થા | ISRO (Indian Space Research Organisation) |
| લાયકાત | ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ |
| રજીસ્ટ્રેશન શરૂ | ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ |
| છેલ્લી તારીખ | ૩૧ માર્ચ, ૨૦૨૬ |
| ખર્ચ | રહેવા, જમવા અને પ્રવાસનો સંપૂર્ણ ખર્ચ ISRO ભોગવશે |
કોણ અરજી કરી શકે? (Eligibility Criteria)
૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ જે વિદ્યાર્થી ભારતની કોઈપણ શાળામાં ધોરણ 9 માં અભ્યાસ કરતો હોય તે આમાં અરજી કરવા પાત્ર છે. ખાસ નોંધ કે ગ્રામીણ વિસ્તારની શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પસંદગીમાં વિશેષ પ્રાધાન્ય (15% વેઇટેજ) આપવામાં આવે છે.
પસંદગી કઈ રીતે થશે? (Selection Criteria)
પસંદગી માટે કોઈ લેખિત પરીક્ષા નથી, પરંતુ નીચેના માપદંડોના આધારે મેરિટ બનશે:
- ધોરણ 8 ના પરિણામ: 50% વેઇટેજ.
- ઓનલાઇન ક્વિઝ: રજીસ્ટ્રેશન સમયે લેવાતી ક્વિઝનું 10% વેઇટેજ.
- વિજ્ઞાન મેળા: શાળા/તાલુકા/જિલ્લા કક્ષાએ ભાગીદારી (2-10%).
- ઈતર પ્રવૃત્તિઓ: NCC, NSS, સ્કાઉટ ગાઈડ અથવા સ્પોર્ટ્સમાં મેળવેલ સર્ટિફિકેટ.
અરજી કરવાની રીત (How to Apply)
- સૌ પ્રથમ ISRO ના અધિકૃત પોર્ટલ jigyasa.iirs.gov.in/yuvika પર જાઓ.
- તમારું ઈમેલ આઈડી રજીસ્ટર કરો અને લોગિન કરો.
- તમારી શૈક્ષણિક વિગતો અને સર્ટિફિકેટ્સ અપલોડ કરો.
- ઓનલાઇન ક્વિઝમાં ભાગ લો (આ ખૂબ મહત્વનું છે).
- ફોર્મ સબમિટ કરી તેની પ્રિન્ટ આઉટ સાચવી રાખો.
મહત્વપૂર્ણ લિંક્સ
| ડાયરેક્ટ એપ્લાઇ કરવા માટે : | અહી ક્લિક કરો |
| અન્ય યોજનાઓ અને ભારતીઓ માટે : | અહી ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
૧. YUVIKA 2026 માટે કયા ધોરણના વિદ્યાર્થીઓ અરજી કરી શકે?
જવાબ: માત્ર એ જ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે જે હાલમાં (૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ) ભારતમાં કોઈ પણ માન્ય શાળામાં ધોરણ ૯ માં અભ્યાસ કરી રહ્યા હોય.
૨. પસંદગી માટે કોઈ પરીક્ષા લેવામાં આવે છે?
જવાબ:ના, આમાં કોઈ અલગથી લેખિત પરીક્ષા નથી. પસંદગી ધોરણ ૮ ના માર્ક્સ, ઓનલાઇન ક્વિઝ, અને વિદ્યાર્થીની ઈતર પ્રવૃત્તિઓ (Sports/NCC/Yoga) ના આધારે તૈયાર થયેલા મેરિટ લિસ્ટ દ્વારા થાય છે.
૩. રજીસ્ટ્રેશન માટે કોઈ ફી ભરવાની હોય છે?
જવાબ:ના, ISRO YUVIKA માટેનું રજીસ્ટ્રેશન સંપૂર્ણપણે મફત છે. કોઈ પણ સત્તાવાર પોર્ટલ પર ફી માંગવામાં આવતી નથી.
૪. કાર્યક્રમ દરમિયાન રહેવા-જમવાનો ખર્ચ કોણ ભોગવશે?
જવાબ:વિદ્યાર્થીના રહેવા, જમવા અને અભ્યાસ સામગ્રીનો સંપૂર્ણ ખર્ચ ISRO ભોગવશે. એટલું જ નહીં, વિદ્યાર્થી અને તેની સાથે આવનાર એક વાલીનો ટ્રેનનો મુસાફરી ખર્ચ પણ ISRO દ્વારા આપવામાં આવે છે.
૫. ઓનલાઇન ક્વિઝ ક્યારે લેવામાં આવશે?
જવાબ:જ્યારે તમે સત્તાવાર પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરશો, ત્યારે જ તમારે ઓનલાઇન ક્વિઝમાં ભાગ લેવાનો રહેશે. આ ક્વિઝ પસંદગી પ્રક્રિયાનો ખૂબ જ મહત્વનો ભાગ છે.
૬. શું ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને કોઈ ખાસ ફાયદો મળે છે?
જવાબ:હા, જે વિદ્યાર્થીઓ પંચાયત વિસ્તારમાં આવેલી શાળામાં અભ્યાસ કરે છે, તેમને મેરિટમાં ૧૫% વધારાનું વેઇટેજ આપવામાં આવે છે, જેથી ગ્રામીણ પ્રતિભાઓને પ્રોત્સાહન મળે.
૭. એક રાજ્યમાંથી કેટલા વિદ્યાર્થીઓની પસંદગી થાય છે?
જવાબ:ISRO દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી સમાન ધોરણે વિદ્યાર્થીઓની પસંદગી કરવાનો પ્રયત્ન કરે છે, જેથી સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે.
ડિસ્ક્લેમર
આ આર્ટિકલ માત્ર માહિતીના હેતુ માટે છે. અમે ISRO (Indian Space Research Organisation) ની સત્તાવાર વેબસાઇટ નથી. વિદ્યાર્થીઓ અને વાલીઓને વિનંતી છે કે કોઈપણ રજીસ્ટ્રેશન કરતા પહેલા ISRO ની સત્તાવાર વેબસાઇટ (isro.gov.in) પર આપેલી સૂચનાઓ ચોક્કસ વાંચી લેવી. અમે માહિતીની સચોટતા જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ, તેમ છતાં સત્તાવાર જાહેરાતમાં ફેરફાર થઈ શકે છે.
Dr. Paresh Bhatt Founder, Nokrijagat.com
Working in Gandhinagar Secretariat and an expert in education and government schemes. Dr. Paresh Bhatt has been guiding lakhs of students of Gujarat through his website for a long time. As a government employee, his mission is to reach out to every Gujarati with government schemes and employment opportunities.
mane isro ma avu che
મારે પણ ઈસરો માં આવવું છે
Isro નવ ધોરણ અભ્યાસ lsro તક મેળવવા માટે ની મહત્વની સૂચના
9
યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ
Mare isro ma avavu chhe
Mane isro ma aavu j chhe
9
Mane Isro ma aavu chhe
I aspire to join the Indian Space Research Organisation so that I can contribute to my nation and bring pride to my country.
9
I aspire to join the Indian space research organisation