Namo Matrushakti Yojana 2026
Namo Matrushakti Yojana 2026

Namo Matrushakti Yojana 2026: મહિલાઓને મળશે ₹૫૦૦૦ની સહાય, જાણો ઓનલાઇન અરજી કરવાની રીત અને પાત્રતા

Namo Matrushakti Yojana 2026:ગુજરાત સરકાર દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ માટે ‘નમો માતૃશક્તિ યોજના‘ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી મહિલાઓને કુલ ૫૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે. જો તમે હજુ સુધી અરજી નથી કરી, તો આ લેખમાં અમે તમને ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રોસેસ જણાવીશું. જેના આધારે તમે કંઈપણ મુજવણ વિના અરજી કરી શકશો.

Namo Matrushakti Yojana 2026 યોજનાની ટૂંકી વિગત

વિગતમાહિતી
યોજનાનું નામનમો માતૃશક્તિ યોજના
લાભાર્થીસગર્ભા અને ધાત્રી માતાઓ
કુલ સહાય₹૫,૦૦૦ (વિવિધ હપ્તામાં)
રાજ્યગુજરાત
અરજી મોડઓનલાઇન / આંગણવાડી કેન્દ્ર દ્વારા

યોજનાના મુખ્ય ફાયદા અને હપ્તાની વિગત

આ યોજના હેઠળ સહાય સીધી બેંક ખાતામાં (DBT) જમા થાય છે:

  1. પ્રથમ હપ્તો: નોંધણી કરાવતી વખતે.
  2. બીજો હપ્તો: જરૂરી તપાસ અને રસીકરણ બાદ.
  3. ત્રીજો હપ્તો: બાળકનો જન્મ અને પ્રાથમિક રસીકરણ પૂર્ણ થયા બાદ.

જરૂરી ડોક્યુમેન્ટ્સ (Checklist)

  • આધાર કાર્ડ (માતા અને પિતાનું)
  • બેંક પાસબુકની નકલ
  • મમતા કાર્ડ (MCP Card)
  • રેશન કાર્ડ અને મોબાઈલ નંબર

મહત્વપૂર્ણ લિંક્સ

ડાયરેક્ટ ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો
અન્ય સરકારી યોજનોની જાણકારી માટે :અહી ક્લિક કરો

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રશ્ન ૧: નમો માતૃશક્તિ યોજનાના હપ્તાનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
જવાબ: તમે તમારા નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા ‘e-Gram’ પોર્ટલ પર જઈને આધાર કાર્ડ નંબર દ્વારા સ્ટેટસ ચેક કરી શકો છો.

પ્રશ્ન ૨: શું બીજી સુવાવડ વખતે પણ આ લાભ મળે છે?
જવાબ: હા, સરકારના સુધારેલા નિયમો મુજબ અમુક શરતોને આધીન આ લાભ મળી શકે છે.

પ્રશ્ન ૩: નમો માતૃશક્તિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
જવાબ: આ યોજનાનો મુખ્ય હેતુ સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર મળી રહે અને માતા-બાળકનું મૃત્યુદર ઘટાડી શકાય તે માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે.

પ્રશ્ન ૪: આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહે છે?
જવાબ: આ યોજના માટે પાત્રતા ધરાવતી મહિલાઓએ પોતાના વિસ્તારના આંગણવાડી કેન્દ્ર અથવા આરોગ્ય કેન્દ્ર (PHC/CHC) પર જઈને મમતા કાર્ડ સાથે નોંધણી કરાવવાની રહે છે.

પ્રશ્ન ૫: શું આ યોજનાનો લાભ સરકારી કર્મચારીઓને મળે છે?
જવાબ: ના, કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં કાયમી નોકરી કરતા કર્મચારીઓ કે જેમને પેઇડ મેટરનિટી લીવ મળે છે, તેઓ આ યોજનાનો લાભ લઈ શકતા નથી.

પ્રશ્ન ૬: યોજનાના પૈસા સીધા ખાતામાં જમા થાય છે કે રોકડા મળે છે?
જવાબ: સહાયની રકમ સીધી જ લાભાર્થીના આધાર લિંક કરેલા બેંક ખાતામાં DBT (Direct Benefit Transfer) દ્વારા જમા કરવામાં આવે છે.

પ્રશ્ન ૭: જો અરજી કર્યા પછી પણ પૈસા ન મળે તો શું કરવું?
જવાબ: જો હપ્તો જમા ન થાય, તો તમારે આંગણવાડી કાર્યકરનો સંપર્ક કરવો અથવા ઓનલાઇન પોર્ટલ પર તમારું ‘PFMS Status’ ચેક કરવું જોઈએ કે તમારું બેંક ખાતું આધાર સાથે લિંક છે કે નહીં.

પ્રશ્ન ૮: નમો માતૃશક્તિ અને પીએમ માતૃ વંદના યોજના (PMMVY) અલગ છે?
જવાબ: હા, પીએમ માતૃ વંદના એ કેન્દ્ર સરકારની યોજના છે, જ્યારે નમો માતૃશક્તિ યોજના ખાસ ગુજરાત રાજ્યની મહિલાઓ માટે બજેટમાં જાહેર કરવામાં આવેલી યોજના છે.

ડિસ્ક્લેમર (Disclaimer)

નોંધ: Nokrijagat.com પર આપવામાં આવેલી આ માહિતી સોશિયલ મીડિયા અને વિવિધ ન્યૂઝ રિપોર્ટ્સના આધારે તૈયાર કરવામાં આવી છે. અમે કોઈ સરકારી સંસ્થા નથી. યોજનાના નિયમો, પાત્રતા અને સહાયની રકમમાં સરકાર દ્વારા ફેરફાર થઈ શકે છે. વાચકોને વિનંતી છે કે કોઈપણ યોજનામાં અરજી કરતા પહેલા સત્તાવાર સરકારી વેબસાઇટ અથવા નજીકના સરકારી કચેરીની મુલાકાત લઈ ખાતરી કરી લેવી.

Dr. Paresh Bhatt

Dr. Paresh Bhatt Founder, Nokrijagat.com Working in Gandhinagar Secretariat and an expert in education and government schemes. Dr. Paresh Bhatt has been guiding lakhs of students of Gujarat through his website for a long time. As a government employee, his mission is to reach out to every Gujarati with government schemes and employment opportunities.

This Post Has One Comment

  1. Pavan

    Hello my name is pavan

Leave a Reply