India Post GDS Result 2026 Date: ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS), BPM અને ABPM ની ૨૮,૦૦૦થી વધુ જગ્યાઓ માટે લેવાયેલી પ્રક્રિયા હવે છેલ્લા તબક્કામાં છે. જે ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરી છે, તેઓ હવે India Post GDS 1st Merit List 2026 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અને સૂત્રોના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીના અંત સુધીમાં અથવા માર્ચના પ્રથમ સપ્તાહમાં પરિણામ જાહેર થઈ શકે છે.
યાદ રાખો કે છે કે આ ભરતીમાં કોઈ પરીક્ષા લેવામાં આવતી નથી, પરંતુ ધોરણ ૧૦ ના માર્ક્સના આધારે સીધું મેરિટ તૈયાર કરવામાં આવે છે.
India Post GDS Result 2026 Date મહત્વની વિગતો
| વિગત | માહિતી |
| સંસ્થા | ભારતીય ટપાલ વિભાગ (India Post) |
| પોસ્ટનું નામ | GDS, BPM અને ABPM |
| કુલ જગ્યાઓ | ૨૮,૬૩૬ (આશરે) |
| પરિણામની તારીખ | ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ (સંભવિત) |
| પસંદગી પ્રક્રિયા | ૧૦માં ધોરણનું મેરિટ + ડોક્યુમેન્ટ વેરિફિકેશન |
| સત્તાવાર વેબસાઈટ | indiapostgdsonline.gov.in |
Document Verification (DV) માટે જરૂરી દસ્તાવેજો
જો તમારું નામ મેરિટ લિસ્ટમાં આવે છે, તો તમારે નીચે મુજબના અસલ દસ્તાવેજો તૈયાર રાખવા પડશે:
- ધોરણ ૧૦ ની માર્કશીટ (Original Marks Memo)
- જાતિનો દાખલો (Caste Certificate – જો લાગુ પડતું હોય)
- પર્સન વિથ ડિસેબિલિટી (PwD) સર્ટિફિકેટ (જો લાગુ પડતું હોય)
- ઈડબલ્યુએસ (EWS) સર્ટિફિકેટ
- જન્મ તારીખનો પુરાવો (L.C. અથવા જન્મનું પ્રમાણપત્ર)
- મેડિકલ સર્ટિફિકેટ (સરકારી હોસ્પિટલ દ્વારા પ્રમાણિત)
મેરિટ લિસ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવું?
- સૌ પ્રથમ સત્તાવાર પોર્ટલ indiapostgdsonline.gov.in પર જાઓ.
- હોમપેજ પર ‘Candidate’s Corner’ માં ‘Shortlisted Candidates’ લિંક શોધો.
- તમારા રાજ્ય (Circle) જેમ કે ‘Gujarat’ પર ક્લિક કરો.
- મેરિટ લિસ્ટની PDF ડાઉનલોડ થશે, જેમાં તમે તમારો રજીસ્ટ્રેશન નંબર ચેક કરી શકો છો.
FAQ – India Post GDS Result 2026 Date અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો
૧. India Post GDS ૨૦૨૬ નું પરિણામ ક્યારે જાહેર થશે?
જવાબ: સત્તાવાર રીતે કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં અથવા માર્ચ ૨૦૨૬ ના પ્રથમ સપ્તાહમાં પ્રથમ મેરિટ લિસ્ટ આવવાની પૂરી શક્યતા છે.
૨. GDS પસંદગી માટે કોઈ પરીક્ષા આપવી પડે છે?
જવાબ: ના, GDS ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા હોતી નથી. પસંદગી સંપૂર્ણપણે તમારા ધોરણ ૧૦ ના ગુણ (Percentage/CGPA) ના આધારે કરવામાં આવે છે.
૩. ગુજરાત સર્કલ માટે સેફ કટ-ઓફ કેટલું હોઈ શકે?
જવાબ: સામાન્ય રીતે ગુજરાતમાં કટ-ઓફ ૮૫% થી ૯૫% ની વચ્ચે રહેતું હોય છે, પરંતુ આ આંકડો જે-તે કેટેગરી અને વિભાગ મુજબ બદલાઈ શકે છે.
૪. મેરિટ લિસ્ટમાં નામ આવ્યા પછી શું કરવાનું હોય છે?
જવાબ: જો તમારું નામ શોર્ટલિસ્ટ થાય, તો તમારે નિયત સમયમર્યાદામાં તમારા અસલ દસ્તાવેજો સાથે ‘ડોક્યુમેન્ટ વેરિફિકેશન’ (DV) માટે હાજર રહેવું પડશે.
૫. શું સેકન્ડ મેરિટ લિસ્ટ (2nd Merit List) બહાર પાડવામાં આવે છે?
જવાબ: હા, જો પ્રથમ યાદીના ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગેરહાજર રહે અથવા રિજેક્ટ થાય, તો ખાલી પડેલી જગ્યાઓ માટે બીજી અને ત્રીજી યાદી પણ જાહેર કરવામાં આવે છે.
ડીસ્ક્લેમર (Disclaimer)
નોંધ: આ આર્ટિકલમાં આપવામાં આવેલી India Post GDS Result 2026 Date ની વિગતો વર્તમાન મીડિયા અહેવાલો અને અગાઉની ભરતી પ્રક્રિયાઓના ટ્રેન્ડ પર આધારિત છે. પરિણામની ચોક્કસ તારીખ અને મેરિટ લિસ્ટ માટે ઉમેદવારોએ માત્ર ભારતીય ટપાલ વિભાગની સત્તાવાર વેબસાઈટ indiapostgdsonline.gov.in ની જ મુલાકાત લેવી. Nokrijagat.com માત્ર માહિતીના હેતુ માટે સમાચાર પૂરા પાડે છે અને તે સત્તાવાર ભરતી બોર્ડ નથી.
Dr. Paresh Bhatt Founder, Nokrijagat.com
Working in Gandhinagar Secretariat and an expert in education and government schemes. Dr. Paresh Bhatt has been guiding lakhs of students of Gujarat through his website for a long time. As a government employee, his mission is to reach out to every Gujarati with government schemes and employment opportunities.
Good
Pingback: India Post GDS Result 2026 - નોકરી જગત