Gujarat Budget 2026 Live Update: બજેટ ૨૦૨૬માં યુવાનો અને શિક્ષણ માટેની મુખ્ય જાહેરાતો
Gujarat Budget 2026 Live Update: ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭ લાઈવ અપડેટમાં શિક્ષણ માટે ₹૬૩,૧૮૪ કરોડની ફાળવણી, નવી સરકારી ભરતીઓ અને નમો લક્ષ્મી જેવી યોજનાઓની જાહેરાત. જાણો તમારા માટે બજેટમાં શું છે ખાસ?
ગુજરાત બજેટ ૨૦૨૬: યુવાનો અને શિક્ષણ માટેની મુખ્ય જાહેરાતો
શિક્ષણ વિભાગ માટે ઐતિહાસિક ફાળવણી
શિક્ષણ ક્ષેત્રે રેકોર્ડબ્રેક ₹૬૩,૧૮૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નવી ભરતીઓ અને રોજગાર:
- DIAL 112 જનરક્ષક પ્રોજેક્ટ: કટોકટી સેવાઓ માટે ૩,૦૦૦ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે.
- નમો ગુજરાત કૌશલ્ય મિશન: યુવાનોના કૌશલ્ય વિકાસ માટે ₹૨૨૬ કરોડની ફાળવણી.
- એપ્રેન્ટીસશીપ યોજના: મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ ૧ લાખથી વધુ તાલીમાર્થીઓને દર મહિને ₹૩,૦૦૦ સુધીની સહાય.
વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ
- નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના: ધોરણ ૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહના ૨.૫ લાખ વિદ્યાર્થીઓ માટે ₹૨૫૦ કરોડની જોગવાઈ.
- નમો લક્ષ્મી યોજના: ધોરણ ૯ થી ૧૨ માં ભણતી કન્યાઓ માટે ₹૧,૨૫૦ કરોડની મોટી ફાળવણી.
- મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ: તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ₹૧૦૦ કરોડ ફાળવાયા.
- આવક મર્યાદામાં વધારો: પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની વાર્ષિક આવક મર્યાદા વધારીને હવે ₹૬ લાખ કરવામાં આવી છે.
નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર
- રાજ્યમાં ૯૨૬ નવી PM SHRI શાળાઓ આધુનિક સુવિધાઓ સાથે શરૂ કરાશે.
- અમદાવાદની L.D. એન્જિનિયરિંગ કોલેજમાં IIT મોડલ પર પાર્ક બનાવવા ₹૧૫૨ કરોડનું આયોજન.
- શ્રમિકોના બાળકો માટે ૧૨૧ નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ કરાશે.
વિડીઓ જુઓ
- આ વીડિયોમાં ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭ ની શિક્ષણ અને રોજગાર સંબંધિત મુખ્ય જાહેરાતોની વિગતવાર માહિતી આપવામાં આવી છે.
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
૧. ગુજરાત તલાટી અને જુનિયર ક્લર્કની નવી ભરતી ક્યારે આવશે?
જવાબ: બજેટ ૨૦૨૬ માં શિક્ષણ અને પંચાયત વિભાગ માટે થયેલી જોગવાઈઓ જોતા, આગામી એપ્રિલ કે મે ૨૦૨૬ સુધીમાં સત્તાવાર નોટિફિકેશન બહાર પડવાની શક્યતા છે.
૨. શું તલાટી ભરતી ૨૦૨૬ માં લાયકાત બદલાશે?
જવાબ: હા, રાજ્ય સરકારના વહીવટી સુધારા મુજબ હવે પંચાયત સેવાની આ ભરતીઓ માટે લાયકાત ૧૨ પાસને બદલે ‘ગ્રેજ્યુએશન’ (સ્નાતક) કરવામાં આવી શકે છે.
૩. બજેટ ૨૦૨૬ માં શિક્ષણ વિભાગ માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે?
જવાબ: ગુજરાત બજેટ ૨૦૨૬ માં શિક્ષણ વિભાગ માટે અત્યાર સુધીની સૌથી વધુ ₹૬૩,૧૮૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
૪. નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના કોના માટે છે?
જવાબ: આ બંને યોજનાઓ વિદ્યાર્થીઓ માટે છે. નમો લક્ષ્મી યોજના કન્યા કેળવણી માટે અને નમો સરસ્વતી યોજના ધોરણ ૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને સહાય આપવા માટે છે.
ડિસ્ક્લેમર (Disclaimer)
નોંધ: આ માહિતી ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા બજેટ ૨૦૨૬-૨૭ ના સત્તાવાર ભાષણ અને ન્યૂઝ રિપોર્ટ્સના આધારે છે. સત્તાવાર આંકડા અને વિગતવાર માહિતી માટે સરકારની ઓફિશિયલ બજેટ વેબસાઇટ (budget.gujarat.gov.in) ની મુલાકાત લેવી.

Dr. Paresh Bhatt Founder, Nokrijagat.com
Working in Gandhinagar Secretariat and an expert in education and government schemes. Dr. Paresh Bhatt has been guiding lakhs of students of Gujarat through his website for a long time. As a government employee, his mission is to reach out to every Gujarati with government schemes and employment opportunities.


