10th Pass Bharti In RBI:ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India) માં નોકરી મેળવવાની ઈચ્છા રાખતા યુવાનો માટે એક સુવર્ણ તક આવી ગઈ છે. RBI દ્વારા વર્ષ 2026 માટે ‘ઓફિસ અટેન્ડન્ટ’ (Office Attendant) ની પોસ્ટ પર ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી દ્વારા દેશભરની વિવિધ RBI ઓફિસોમાં કુલ 572 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જો તમે માત્ર 10મું ધોરણ પાસ છો, તો આ સરકારી નોકરી તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.
ભરતીની મુખ્ય વિગતો (Vacancy Details)
RBI દ્વારા જાહેર કરાયેલ આ ભરતીમાં કુલ 572 પોસ્ટ છે. જેમાં અમદાવાદ ઓફિસ માટે પણ 29 જગ્યાઓ ફાળવવામાં આવી છે. સૌથી વધુ જગ્યાઓ કાનપુર અને લખનૌ (125) તેમજ કોલકાતા (90) ઓફિસ માટે છે. આ એક નેશનલ લેવલની ભરતી હોવાથી ઉમેદવારોએ જે તે રાજ્યની સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું અનિવાર્ય છે.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા (Eligibility Criteria)
આ ભરતીની સૌથી ખાસ વાત એ છે કે તેમાં માત્ર 10 પાસ (SSC/Matriculation) ઉમેદવારો જ ફોર્મ ભરી શકે છે. એક મહત્વની શરત એ છે કે 1 જાન્યુઆરી 2026 સુધીમાં ઉમેદવાર ‘અંડરગ્રેજ્યુએટ’ હોવો જોઈએ. જે ઉમેદવારો ગ્રેજ્યુએટ થઈ ગયા છે અથવા ઉચ્ચ ડિગ્રી ધરાવે છે, તેઓ આ પોસ્ટ માટે લાયક ગણાશે નહીં.
વય મર્યાદા
વય મર્યાદાની વાત કરીએ તો, ઉમેદવારની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ (જન્મ 02/01/2001 થી 01/01/2008 ની વચ્ચે). જોકે, અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે (SC/ST ને 5 વર્ષ અને OBC ને 3 વર્ષ).
પગાર ધોરણ (Salary and Benefits)
RBI માં ઓફિસ અટેન્ડન્ટ તરીકે પસંદગી પામનાર ઉમેદવારને આકર્ષક સેલેરી પેકેજ મળે છે. શરૂઆતનો બેઝિક પે ₹24,250 છે, પરંતુ મોંઘવારી ભથ્થું, ઘર ભાડું અને અન્ય એલાઉન્સ ઉમેરતા માસિક ગ્રોસ સેલેરી અંદાજે ₹46,029 જેટલી થાય છે. બેંકિંગ સેક્ટરમાં 10 પાસ માટે આ ખૂબ જ શાનદાર પગાર કહી શકાય.
પસંદગી પ્રક્રિયા (Selection Process) ઉમેદવારોની પસંદગી બે તબક્કામાં કરવામાં આવશે:
- ઓનલાઈન ટેસ્ટ (Online Exam): જેમાં રીઝનિંગ, જનરલ ઇંગ્લિશ, જનરલ અવેરનેસ અને ન્યુમેરિકલ એબિલિટીના કુલ 120 પ્રશ્નો પૂછાશે.
- ભાષા પ્રખરતા કસોટી (LPT): ઓનલાઈન પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ જે તે રાજ્યની પ્રાદેશિક ભાષા (ગુજરાત માટે ગુજરાતી) લખતા, વાંચતા અને બોલતા આવડવી જરૂરી છે.
મહત્વની તારીખો અને ફી (Important Dates)
- ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત: 15 જાન્યુઆરી, 2026
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 04 ફેબ્રુઆરી, 2026
- ઓનલાઈન પરીક્ષાની સંભવિત તારીખ: 28 ફેબ્રુઆરી અને 01 માર્ચ, 2026
- એપ્લિકેશન ફી: જનરલ/OBC/EWS માટે ₹450 + GST અને SC/ST/PwBD માટે માત્ર ₹50 + GST.
કેવી રીતે અરજી કરવી? (How to Apply)
રસ ધરાવતા ઉમેદવારોએ RBI ની સત્તાવાર વેબસાઈટ www.rbi.org.in પર જઈને ‘Opportunities@RBI’ સેક્શનમાં જઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. છેલ્લી ઘડીની ભીડથી બચવા માટે વહેલી તકે ફોર્મ ભરી દેવું હિતાવહ છે.
મહત્વપૂર્ણ લિંક્સ
- પોલીસની ભરતી વિષે જાણવા : અહી ક્લિક કરો
- રેલ્વેની ભરતી વિષે જાણવા : અહી ક્લિક કરો
Dr. Paresh Bhatt is a seasoned HR professional with over 10 years of experience in human resources, specializing in talent acquisition, employee engagement, and organizational development. Passionate about fostering positive workplace cultures, Paresh delivers strategic HR solutions to drive business success.
Indian Reserve Bank of India
Mare job ni jarur che
Hu 10 pass chu