Vahali Dikri Yojana 2026: દીકરીના શિક્ષણ અને લગ્ન માટે સરકાર આપશે લાખોની મદદ. જાણો કોને મળશે લાભ, કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ અને ફોર્મ ક્યાં જમા કરાવવું? સંપૂર્ણ વિગત.
Vahali Dikri Yojana 2026:ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના જન્મ દરને વધારવા અને તેમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ‘વહાલી દીકરી યોજના’ ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની દીકરીઓને કુલ ₹૧,૧૦,૦૦૦ ની આર્થિક સહાય ત્રણ અલગ-અલગ હપ્તામાં આપવામાં આવે છે. જો તમારા ઘરે દીકરીનો જન્મ થયો છે, તો આ યોજના તમારા માટે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે.
વહાલી દીકરી યોજના 2026: દીકરીના જન્મથી લગ્ન સુધી સરકાર આપશે આર્થિક ટેકો, જાણો ₹૧.૧૦ લાખ મેળવવા માટે કેવી રીતે કરશો અરજી?
યોજના હેઠળ મળવાપાત્ર સહાય (Benefits)
આ રકમ દીકરીને સીધી તેના બેંક ખાતામાં ત્રણ તબક્કે મળે છે:
- પ્રથમ હપ્તો: દીકરી જ્યારે ધોરણ-૧ માં પ્રવેશ મેળવે ત્યારે ₹૪,૦૦૦ ની સહાય.
- બીજો હપ્તો: દીકરી જ્યારે ધોરણ-૯ માં પ્રવેશ મેળવે ત્યારે ₹૬,૦૦૦ ની સહાય.
- ત્રીજો હપ્તો: દીકરી ૧૮ વર્ષની થાય (ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે) ત્યારે ₹૧,૦૦,૦૦૦ ની માતબર સહાય.
કોને મળશે લાભ? (Eligibility Criteria)
- અરજદાર ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ કુટુંબની પ્રથમ ૨ દીકરીઓને જ મળે છે.
- પરિવારની વાર્ષિક આવક ₹૨,૦૦,૦૦૦ (બે લાખ) થી વધુ ન હોવી જોઈએ.
- દીકરીના જન્મના ૧ વર્ષની અંદર ફોર્મ ભરવું ફરજિયાત છે.
જરૂરી દસ્તાવેજો (Required Documents)
અરજી કરતી વખતે નીચેના ડોક્યુમેન્ટ્સની નકલ જોડવી જરૂરી છે:
- દીકરીનું જન્મનું પ્રમાણપત્ર
- માતા-પિતાનું આધાર કાર્ડ
- માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર (અથવા LC)
- આવકનો દાખલો (મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારીનો)
- રેશન કાર્ડની નકલ
- બેંક પાસબુકની નકલ (માતા અથવા દીકરીની)
- એકરારનામું (સોગંદનામું)
ફોર્મ ક્યાંથી મળશે અને ક્યાં જમા કરાવવું?
વહાલી દીકરી યોજનાનું ફોર્મ તમે તમારા ગામની આંગણવાડી, ગ્રામ પંચાયત (VCE), અથવા તાલુકા પંચાયતની કચેરી (મહિલા અને બાળ વિકાસ વિભાગ) માંથી મફતમાં મેળવી શકો છો. ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે ત્યાં જ જમા કરાવવાનું રહેશે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
પ્રશ્ન ૧: શું ત્રીજી દીકરીને આ યોજનાનો લાભ મળે?
જવાબ: સામાન્ય રીતે પ્રથમ બે દીકરીઓને જ લાભ મળે છે, પરંતુ જો બીજી પ્રસૂતિમાં જોડિયા દીકરીઓ આવે તો ત્રણેય દીકરીઓને લાભ મળી શકે છે.
પ્રશ્ન ૨: શું ફોર્મ ઓનલાઈન ભરી શકાય?
જવાબ: હાલમાં આ યોજનાના ફોર્મ ઓફલાઈન ભરીને આંગણવાડી કે તાલુકા કચેરીએ જમા કરાવવાના હોય છે, જે બાદમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે.
પ્રશ્ન ૩: આવકનો દાખલો કેટલો જૂનો હોવો જોઈએ?
જવાબ: આવકનો દાખલો અરજી કર્યાના સમયનો લેટેસ્ટ (૩ વર્ષની માન્યતા વાળો) હોવો જોઈએ.
મહત્વપૂર્ણ લિંક્સ
- તાજેતરની સરકારી ભારતીઓ વિષે જાણવા : અહી ક્લિક કરો
- સરકારી યોજનાઓ વિષેની માહિતી માટે : અહી ક્લિક કરો
- વ્હાલી દીકરી યોજના ૨૦૨૬ ફોર્મ ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો

Dr. Paresh Bhatt Founder, Nokrijagat.com
Working in Gandhinagar Secretariat and an expert in education and government schemes. Dr. Paresh Bhatt has been guiding lakhs of students of Gujarat through his website for a long time. As a government employee, his mission is to reach out to every Gujarati with government schemes and employment opportunities.


