GUJCET 2026 Hall Ticket
|

GUJCET 2026 Hall Ticket જાહેર: ૨૯ માર્ચની પરીક્ષા માટે હોલ ટિકિટ અહીંથી ડાઉનલોડ કરો | Direct Link

GUJCET 2026 Hall Ticket: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા આગામી ૨૯ માર્ચ ૨૦૨૬ ના રોજ લેવાનારી ગુજકેટની પરીક્ષાની હોલ ટિકિટ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. જો તમે પણ ડિગ્રી એન્જિનિયરિંગ કે ફાર્મસીમાં એડમિશન માટે આ પરીક્ષા આપવાના છો, તો આ આર્ટિકલમાં આપેલી લિંક દ્વારા તમે તમારી હોલ ટિકિટ માત્ર ૨ મિનિટમાં ડાઉનલોડ કરી શકશો.

GUJCET 2026 પરીક્ષાની વિગતો

આ વર્ષે અંદાજે ૧.૩૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપવાના છે. પરીક્ષાનું આયોજન નીચે મુજબ છે:

  • પરીક્ષાની તારીખ: ૨૯ માર્ચ ૨૦૨૬
  • સમય: સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૪:૦૦ (વિવિધ વિષયો મુજબ)
  • હોલ ટિકિટ જાહેર થયા તારીખ: ૧૭ માર્ચ ૨૦૨૬ (અત્યારે ડાઉનલોડ ચાલુ છે)

GUJCET 2026 Hall Ticket કેવી રીતે ડાઉનલોડ કરવી?

વિદ્યાર્થીઓ નીચેના સ્ટેપ્સ ફોલો કરીને પોતાની પ્રવેશિકા મેળવી શકે છે:

  1. સૌ પ્રથમ GSEB ની સત્તાવાર વેબસાઇટ gujcet.gseb.org પર જાઓ.
  2. હોમ પેજ પર ‘GUJCET 2026 Hall Ticket’ લિંક પર ક્લિક કરો.
  3. તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા ઈમેઈલ આઈડી નાખો.
  4. તમારી જન્મતારીખ (DOB) અથવા એપ્લિકેશન નંબર દાખલ કરો.
  5. ‘Search Hall Ticket’ પર ક્લિક કરતા જ તમારી હોલ ટિકિટ સ્ક્રીન પર દેખાશે.
  6. તેની પ્રિન્ટ આઉટ કાઢી લેવી, જે પરીક્ષા કેન્દ્ર પર ફરજિયાત સાથે રાખવી.

પરીક્ષા માટે અગત્યની સૂચનાઓ

  • ID Proof: હોલ ટિકિટની સાથે એક ફોટો વાળું ઓળખપત્ર (આધાર કાર્ડ/સ્કૂલ આઈડી) સાથે રાખવું.
  • રિપોર્ટિંગ ટાઈમ: પરીક્ષા શરૂ થવાના ૪૫ મિનિટ પહેલા કેન્દ્ર પર પહોંચવું હિતાવહ છે.
  • બ્લેક/બ્લુ પેન: OMR શીટ ભરવા માટે માત્ર બ્લેક અથવા બ્લુ બોલપેનનો ઉપયોગ કરવો.

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

૧. ગુજકેટ ૨૦૨૬ ની પરીક્ષા ક્યારે છે?

જવાબ: ૨૯ માર્ચ ૨૦૨૬ ના રોજ.

૨. હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની સત્તાવાર લિંક કઈ છે?

૩. જો હોલ ટિકિટમાં ભૂલ હોય તો શું કરવું?

જવાબ: તાત્કાલિક તમારી શાળાનો અથવા ગાંધીનગર શિક્ષણ બોર્ડની હેલ્પલાઇનનો સંપર્ક કરવો.

ડિસ્ક્લેમર (Disclaimer):

નોંધ: આ આર્ટિકલમાં આપવામાં આવેલી GUJCET 2026 Hall Ticket અને પરીક્ષાની વિગતો માત્ર વિદ્યાર્થીઓની જાણકારી માટે છે. અમે માહિતીની સચોટતા જાળવવાનો પૂરો પ્રયાસ કર્યો છે, પરંતુ ટેકનિકલ કારણોસર અથવા બોર્ડના નિર્ણય મુજબ વિગતોમાં ફેરફાર થઈ શકે છે. વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા અને પરીક્ષાના નિયમો માટે માત્ર ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org અથવા gujcet.gseb.org પર જ ભરોસો રાખવો. nokrijagat.com કોઈ પણ પ્રકારની ભૂલ કે નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.

આ પણ વાંચો
Plugin developed by ProSEOBlogger. Get free gpl themes.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *