Gujarat Farmers Relief Package News-ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર; ઈતિહાસમાં ક્યારેય ન અપાયું હોય એટલું મોટું પેકેજ અપાશે!

By: Dr. Paresh Bhatt

On: November 24, 2025

Follow Us:

Gujarat Farmers Relief Package News

Gujarat Farmers Relief Package News: ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. આજે રાજ્ય સરકાર જાહેર કરશે રાહત પેકેજ. ઈતિહાસમાં ક્યારેય ન અપાયું હોય એટલું મોટું પેકેજ અપાશે. SDRFના નિયમથી અલગ જઈ વિશેષ પેકેજ જાહેર કરશે સરકાર. ગુજરાતના ખેડૂતોને અન્યાય ન થાય તેવું જાહેર કરાશે રાહત પેકેજ.

Gujarat Farmers Relief Package News: ગુજરાતના ખેડૂતો માટે રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે જગતનો તાત આર્થિક સંકટમાં મુકાયો છે. જોકે, હવે આ આફત વચ્ચે દેવ દિવાળીના પવિત્ર દિવસે જ ખેડૂતોના આંગણે ખુશીની રોશની થવાની સંભાવના છે.

આજ સાંજ સુધીમાં ‘કૃષિ રાહત પેકેજ’ થઈ શકે છે જાહેર
સરકાર દ્વારા કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટેનું કૃષિ રાહત પેકેજ આજ સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈ કાલે મેરેથોન બેઠકોનો દોર ચાલ્યો હતો, જેમાં રાહત પેકેજને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર કરશે સત્તાવાર જાહેરાત
આ રાહત પેકેજની સત્તાવાર જાહેરાત આજ સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર દ્વારા કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. આ જાહેરાત બાદ પાક નુકસાનથી પીડિત લાખો ખેડૂતોને મોટી રાહત મળશે અને તેમના ખાતામાં ઝડપથી વળતરની રકમ જમા થાય તે માટેની કાર્યવાહી પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે. દેવ દિવાળીના દિવસે ખેડૂતોને મળનારા આ સારા સમાચારથી કૃષિ જગતમાં આશા અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે.

અત્યાર સુધીનું ‘સૌથી મોટું’ કૃષિ રાહત પેકેજ!
માનવામાં આવી રહ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર થનારું આ કૃષિ રાહત પેકેજ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ હોઈ શકે છે. સરકારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)ના નિયમોથી પણ આગળ વધીને ખેડૂતોને મહત્તમ સહાય પહોંચાડવાની તૈયારી કરી છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને આર્થિક ટેકો આપીને તેમને ફરી બેઠા કરવાના ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં સર્વેના આંકડાઓ અને નુકસાનની વિગતોના આધારે સહાયની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે.

આ અગત્યના સમાચાર પણ વાંચો: Pradhan Mantri Fasal Bima Yojana-ખેડૂતોને વરસાદ ના કારણે પાકને નુકસાન થયું હોય તો આ યોજના હેઠળ ₹25,000 ની સહાય મળશે, જાણો ફોર્મ ભરવાની માહિતી

સમાચારનો વિડીયો જોવા : અહી ક્લિક કરો

Dr. Paresh Bhatt is a seasoned HR professional with over 10 years of experience in human resources, specializing in talent acquisition, employee engagement, and organizational development. Passionate about fostering positive workplace cultures, Paresh delivers strategic HR solutions to drive business success.

Join WhatsApp

Join Now

Arattai (સ્વદેશી વોટ્સએપ)

Join Now

Join Facebook

Join Now

Related Job Posts

Ayushman Card Online Apply 2025

Job Post:
Qualification:
Job Salary:
Last Date To Apply :
Apply Now

Gujarat Police Requirement 2025

Job Post:
Qualification:
Job Salary:
Last Date To Apply :
Apply Now

Public And Restricted Holiday List 2026

Job Post:
Qualification:
Job Salary:
Last Date To Apply :
Apply Now

Bihar Election-Live: चुनाव आयोग के आंकड़े में भी NDA बम-बम, तेजस्वी का नहीं दिख रहा तेज

Job Post:
Qualification:
Job Salary:
Last Date To Apply :
Apply Now

1 thought on “Gujarat Farmers Relief Package News-ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર; ઈતિહાસમાં ક્યારેય ન અપાયું હોય એટલું મોટું પેકેજ અપાશે!”

Leave a Comment