PM Kisan 17th And 18th Installments Date 2026: ૧૭મો અને ૧૮મો હપ્તો ક્યારે આવશે? e-KYC અને સ્ટેટસ ચેક કરવાની સંપૂર્ણ વિગત
PM Kisan 17th And 18th Installments Date 2026: નમસ્કાર ખેડૂત મિત્રો! ભારત સરકારની સૌથી મોટી અને ખેડૂતલક્ષી યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના. અત્યાર સુધીમાં કરોડો ખેડૂતોના ખાતામાં ૧૬ હપ્તાઓ સફળતાપૂર્વક જમા થઈ ચૂક્યા છે. ફેબ્રુઆરી ૨૦26 માં છેલ્લો હપ્તો આવ્યા બાદ, હવે ગુજરાતના ખેડૂતો PM Kisan 17th Installment ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આજના આ સ્પેશિયલ આર્ટિકલમાં આપણે માત્ર હપ્તાની તારીખ જ નહીં, પણ તમારો હપ્તો કેમ અટકે છે? મોબાઈલથી જાતે KYC કેવી રીતે કરવું? અને જો ખાતામાં પૈસા ન આવે તો કોનો સંપર્ક કરવો? તેવી તમામ ઝીણી ઝીણી વિગતો વિશે ચર્ચા કરીશું.
PM Kisan 17th And 18th Installments Date 2026: સત્તાવાર અપડેટ
ખેડૂત મિત્રો, સામાન્ય રીતે પીએમ કિસાનનો હપ્તો દર ચાર મહિને આપવામાં આવે છે. ૧૬મો હપ્તો ફેબ્રુઆરીમાં આવ્યો હતો, એટલે ગણતરી મુજબ PM Kisan 17th And 18th Installments Date 2026 જુન મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા જુલાઈ ૨૦૨૬ ના પ્રથમ અઠવાડિયામાં અને ૧૮મો હપ્તતો ડિસેમ્માબર અથવા જાન્રાયુઆરીમહિનામાં તમારા ખાતામાં એની રીતે જ જમા થઈ શકે છે. જો તમારું KYC કમ્પલેટ હોય તો જ જમા થશે નહિતર તમારે પહેલા kyc વાળું કામ પૂર્ણ કરવું પડશે. સરકાર ઘણીવાર કોઈ મોટા કાર્યક્રમ કે વાવણીની સીઝન ધ્યાને રાખીને આ તારીખ નક્કી કરતી હોય છે.
PM Kisan 17th And 18th Installments Date 2026 માં તમારો હપ્તો અટકવાના મુખ્ય કારણો
ઘણીવાર એવું બને છે કે આખા ગામને હપ્તો મળી જાય પણ તમારા ખાતામાં પૈસા ન આવે. તેના મુખ્ય કારણો તપાસી લેવા જરૂરી છે:
- e-KYC અધૂરું હોવું: જો તમે હજુ સુધી ફેસ ઓથેન્ટિકેશન કે OTP દ્વારા KYC નથી કર્યું, તો હપ્તો અટકી જશે.
- Land Seeding No: તમારી જમીનના દસ્તાવેજ (૭/૧૨, ૮-અ) પોર્ટલ પર લિંક ન હોય તો આ સમસ્યા આવે છે.
- Aadhaar-Bank Link Issue: તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક (NPCI Mapping) હોવું ફરજિયાત છે.
- નામમાં ભૂલ: આધાર કાર્ડમાં જે નામ છે અને બેંકમાં જે નામ છે તેમાં સ્પેલિંગની ભૂલ હોય તો પણ પૈસા જમા થતા નથી.
PM Kisan 17th And 18th Installments Date 2026: મોબાઈલથી સ્ટેટસ જોવાની રીત
હવે તમારે કોઈ સાઈબર કાફે કે ગ્રામ પંચાયતમાં ધક્કા ખાવાની જરૂર નથી. તમારા એન્ડ્રોઈડ ફોનથી નીચે મુજબ સ્ટેટસ ચેક કરો:
- સૌથી પહેલા pmkisan.gov.in લિંક ઓપન કરો.
- હોમ પેજ પર ‘Farmer’s Corner’ માં ‘Know Your Status’ પર ક્લિક કરો.
- તમારો Registration Number નાખો.
- હવે કેપ્ચા કોડ નાખીને ‘Get Data‘ પર ક્લિક કરો.
- અહીં જો ‘FTO Processed‘ માં YES લખેલું આવે, તો સમજવું કે તમારા પૈસા પ્રોસેસમાં છે.
PM Kisan 17th And 18th Installments Date 2026 માટે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
અહીં ખેડૂતોને PM Kisan 17th And 18th Installments Date 2026 માં મૂંઝવતા કેટલાક નાના પણ મહત્વના પ્રશ્નોના જવાબ આપ્યા છે:
પ્રશ્ન ૧: મારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ખોવાઈ ગયો છે, તો હું e-KYC કેવી રીતે કરું?
જવાબ: જો તમારો નંબર ખોવાઈ ગયો હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા નજીકના CSC Center (જન સેવા કેન્દ્ર) પર જઈને તમારા અંગૂઠાના નિશાન (Biometric) દ્વારા e-KYC કરાવી શકો છો. આ સિવાય પીએમ કિસાન એપમાં ‘Face Authentication’ દ્વારા પણ કોઈ પણ મોબાઈલ નંબર વગર KYC થઈ શકે છે.
પ્રશ્ન ૨: મારા સ્ટેટસમાં ‘Land Seeding: No’ બતાવે છે, મારે શું કરવું?
જવાબ: આનો અર્થ એ છે કે તમારી જમીનના રેકોર્ડ ઓનલાઈન પોર્ટલ પર લિંક થયા નથી. તમારે તમારા વિસ્તારના તલાટી મંત્રી અથવા મામલતદાર કચેરી માં જઈને તમારા ૭/૧૨ અને ૮-અ ના ઉતારા સાથે અરજી આપવી પડશે. તેઓ વિગતો અપડેટ કરશે એટલે ૧૫-૨૦ દિવસમાં ‘Yes’ થઈ જશે.
પ્રશ્ન ૩: શું ભાડે રાખેલી જમીન પર પીએમ કિસાનનો લાભ મળી શકે?
જવાબ: ના, પીએમ કિસાન યોજનાનો લાભ માત્ર એ જ ખેડૂતને મળે છે જેના નામે જમીનનો રેકોર્ડ (૭/૧૨) હોય. ખેતમજૂરો કે ભાગીદાર ખેડૂતો આ યોજના માટે લાયક નથી.
પ્રશ્ન ૪: મને ૧૫મો હપ્તો મળ્યો હતો પણ ૧૬મો નથી મળ્યો, તો ૧૭મો મળશે?
જવાબ: જો તમારું સ્ટેટસ ચેક કરતા બધું ઓકે (Green Tick) હોય અને માત્ર કોઈ ટેકનિકલ કારણસર ૧૬મો હપ્તો અટક્યો હોય, તો ૧૭મા હપ્તાની સાથે જ તમને ૧૬મા હપ્તાના બાકી પૈસા (કુલ ₹૪૦૦૦) મળી શકે છે. પણ પહેલા તમારું KYC અને બેંક લિંકિંગ ચેક કરી લેવું.
પ્રશ્ન ૫: મારે બેંક ખાતું બદલવું હોય તો શું પ્રોસેસ છે?
જવાબ: પીએમ કિસાન યોજનામાં હવે પૈસા ‘આધાર બેઝ્ડ’ જમા થાય છે. એટલે કે જે બેંક ખાતામાં તમારું આધાર લિંક (NPCI) હશે, તેમાં પૈસા આપોઆપ જશે. જો તમે નવું ખાતું ખોલાવો અને તેમાં આધાર લિંક કરાવો, તો આગળનો હપ્તો નવા ખાતામાં જ જશે.
પ્રશ્ન ૬: પત્ની અને પતિ બંનેના નામે જમીન હોય તો શું બંનેને લાભ મળે?
જવાબ: ના, યોજનાના નિયમ મુજબ એક જ પરિવાર (પતિ, પત્ની અને સગીર બાળકો) માંથી માત્ર એક જ વ્યક્તિ લાભ લઈ શકે છે. જો બંને લાભ લેતા પકડાશે, તો સરકારી નોટિસ આવી શકે છે અને પૈસા પરત કરવા પડશે.
Disclaimer (ડિસ્ક્લેમર)
આ આર્ટિકલ માત્ર માહિતી આપવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. PM Kisan 17th And 18th Installments Date 2026 ની સચોટ માહિતી માટે હંમેશા ભારત સરકારની સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in ની જ મુલાકાત લેવી. અમે (Nokrijagat.com) કોઈ પણ સરકારી સંસ્થા નથી અને અમે હપ્તા જમા કરાવવાની કોઈ ગેરંટી આપતા નથી. કોઈ પણ નાણાકીય વ્યવહાર કરતા પહેલા સાવચેતી રાખવી.

Dr. Paresh Bhatt Founder, Nokrijagat.com
Working in Gandhinagar Secretariat and an expert in education and government schemes. Dr. Paresh Bhatt has been guiding lakhs of students of Gujarat through his website for a long time. As a government employee, his mission is to reach out to every Gujarati with government schemes and employment opportunities.


