Indian Army Agniveer Syllabus & Physical Test 2026: ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે પસંદગી પામવા માટે માત્ર ફોર્મ ભરવું પૂરતું નથી, પરંતુ તેની લેખિત પરીક્ષા (CEE) અને શારીરિક કસોટી (Physical Test) ની તૈયારી ખૂબ જ કડક રીતે કરવી પડે છે. આ લેખમાં અમે તમને પરીક્ષામાં શું પૂછાશે અને ગ્રાઉન્ડ પર કઈ કઈ કસોટીઓ આપવી પડશે તેની સંપૂર્ણ વિગત આપીશું.
શારીરિક ક્ષમતા કસોટી (Physical Fitness Test – PFT)
અગ્નિવીર GD અને ટ્રેડ્સમેન માટે શારીરિક કસોટીના ગુણ મેરિટમાં ગણાય છે.
| કસોટી (Test) | અંતર/વખત | સમય/ગુણ (Group 1) | સમય/ગુણ (Group 2) |
| ૧.૬ કિમી રનિંગ | 1600 Meters | 5 મિનિટ 30 સેકન્ડ (60 ગુણ) | 5 મિનિટ 31 થી 45 સેકન્ડ (48 ગુણ) |
| પુલ અપ્સ (Beams) | 10 Pull-ups | 40 ગુણ | 6 થી 9 મુજબ ગુણ ઘટશે |
| ૯ ફૂટ ખાડો (Ditch) | 9 Feet | માત્ર પાસ કરવાનું (Qualify) | – |
| ઝિગ-ઝેગ બેલેન્સ | Balance Beam | માત્ર પાસ કરવાનું (Qualify) | – |
લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ (CEE Syllabus 2026)
અગ્નિવીરની લેખિત પરીક્ષા હવે રનિંગ પહેલા લેવામાં આવે છે (Online CEE). તેનું માળખું નીચે મુજબ છે:
Agniveer General Duty (GD) & Tradesmen:
- General Knowledge (GK): ૧૫ પ્રશ્નો (૩૦ ગુણ)
- General Science: ૨૦ પ્રશ્નો (૪૦ ગુણ)
- Maths: ૧૦ પ્રશ્નો (૨૦ ગુણ)
- Logical Reasoning: ૦૫ પ્રશ્નો (૧૦ ગુણ)
- કુલ: ૫૦ પ્રશ્નો (૧૦૦ ગુણ)
Agniveer Clerk / Store Keeper:
- આ પોસ્ટ માટે General English પર વધુ ભાર મૂકવામાં આવે છે (૨૫ પ્રશ્નો – ૧૦૦ ગુણ).
Agniveer Technical:
- આમાં Physics અને Chemistry ના ૨૦ પ્રશ્નો (૮૦ ગુણ) પૂછવામાં આવે છે.
શારીરિક માપદંડ (Physical Measurement)
| વિગત | માપદંડ (Criteria) |
| ઊંચાઈ (Height) | ૧૬૭ સેમી થી ૧૭૦ સેમી (રાજ્ય મુજબ અલગ-અલગ) |
| છાતી (Chest) | ૭૭ સેમી (+ ૫ સેમી ફુલાવેલી) |
| વજન (Weight) | ઊંચાઈ અને ઉંમરના પ્રમાણમાં (BMI મુજબ) |
તૈયારી માટે મહત્વની ટિપ્સ (Success Tips):
- લેખિત પરીક્ષા: દરરોજ એક ‘Practice Paper’ સોલ્વ કરો. ખાસ કરીને 8 થી 10 માં ધોરણનું વિજ્ઞાન અને ગણિત તૈયાર કરો.
- રનિંગ: સવારે વહેલા ઉઠીને ૧.૬ કિમીની પ્રેક્ટિસ કરો. માત્ર દોડવું જ નહીં પણ સ્ટેમિના વધારવો પણ જરૂરી છે.
- મેડિકલ: કાન સાફ રાખવા, દાંતની સફાઈ અને આંખોની દ્રષ્ટિ (6/6) હોવી અનિવાર્ય છે.
મહત્વપૂર્ણ લિંક્સ
| અગ્નીવીર ભરતી વિષે જાણવા : | અહી ક્લિક કરો |
| ભરતીમાં ડાયરેક્ટ ફોર્મ ભરવા માટે : | અહી ક્લિક કરો |
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
૧. અગ્નિવીર લેખિત પરીક્ષા (CEE) કયા માધ્યમમાં હોય છે?
જવાબ : ભારતીય સેનાની આ પરીક્ષા હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષામાં હોય છે. ઉમેદવાર પોતાની પસંદગી મુજબ પેપર આપી શકે છે.
૨. શું શારીરિક કસોટી (Physical Test) માં કોઈ માર્કસ કપાય છે?
જવાબ :હા, જો તમે રનિંગમાં નિર્ધારિત સમય કરતાં મોડા પડો અથવા ૧૦ થી ઓછા પુલ-અપ્સ (બીમ) મારો છો, તો તમારા ગુણ ઘટે છે. જેની સીધી અસર તમારા ફાઈનલ મેરિટ પર પડે છે.
૩. ૧.૬ કિમી દોડમાં પાસ થવા માટે કેટલો સમય મળે છે?
જવાબ :ગૃપ-૧ માં આવવા માટે ૫ મિનિટ ૩૦ સેકન્ડ અને ગૃપ-૨ માં આવવા માટે ૫ મિનિટ ૪૫ સેકન્ડ સુધીનો સમય મળે છે. (નોંધ: ગ્રાઉન્ડ પર ભીડને કારણે ઘણીવાર આ સમયમાં ફેરફાર થઈ શકે છે).
૪. લેખિત પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ હોય છે?
જવાબ :હા, અગ્નિવીરની પરીક્ષામાં નેગેટિવ માર્કિંગની જોગવાઈ છે. સામાન્ય રીતે દરેક ખોટા જવાબ દીઠ ૦.૫૦ ગુણ કાપવામાં આવે છે, તેથી સાવચેતીપૂર્વક જવાબ આપવા જોઈએ.
૫. શું ચશ્મા હોય તેવા ઉમેદવારો આર્મીમાં જોડાઈ શકે?
જવાબ :આર્મીના કડક નિયમો મુજબ આંખોની દ્રષ્ટિ 6/6 હોવી જોઈએ. જો તમારી આંખોમાં નંબર હોય અથવા ચશ્મા હોય, તો તમે મેડિકલ ટેસ્ટમાં અનફિટ જાહેર થઈ શકો છો.
૬. NCC સર્ટિફિકેટના કોઈ વધારાના ગુણ મળે છે?
જવાબ :હા, NCC ‘A’, ‘B’, અને ‘C’ સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને લેખિત પરીક્ષામાં બોનસ ગુણ આપવામાં આવે છે. NCC ‘C’ સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને ઘણી પોસ્ટમાં લેખિત પરીક્ષામાંથી મુક્તિ પણ મળે છે.
ડિસ્ક્લેઇમર (Disclaimer):
આ માહિતી સામાન્ય માર્ગદર્શન માટે છે. ભારતીય સેના દ્વારા શારીરિક માપદંડ કે અભ્યાસક્રમમાં કોઈપણ સમયે ફેરફાર થઈ શકે છે. સત્તાવાર અને લેટેસ્ટ વિગતો માટે હંમેશા joinindianarmy.nic.in પોર્ટલ તપાસતા રહેવું.
Dr. Paresh Bhatt is a seasoned HR professional with over 10 years of experience in human resources, specializing in talent acquisition, employee engagement, and organizational development. Passionate about fostering positive workplace cultures, Paresh delivers strategic HR solutions to drive business success.