બેંકમાં નોકરીની ઉત્તમ તક: Central Bank of India SO Recruitment 2026 જાહેર, આજે જ કરો ઓનલાઇન અરજી

Central Bank of India SO Recruitment 2026:સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા (Central Bank of India) દ્વારા વર્ષ 2026 માટે સ્પેશિયાલિસ્ટ ઓફિસર (Specialist Officer – SO) ની વિવિધ પોસ્ટ્સ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. બેંકિંગ ક્ષેત્રમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે આ એક અચૂક મોકો છે.

આ પોસ્ટમાં હું તમને Central Bank of India Recruitment 2026 ની તમામ મહત્વની વિગતો જેવી કે પોસ્ટની સંખ્યા, લાયકાત, વય મર્યાદા અને અરજી કરવાની પ્રક્રિયા વિશે મુદ્દાસર માહિતી આપીશ.

Central Bank of India Recruitment 2026 Overview

વિગતમાહિતી
સંસ્થાનું નામસેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા (CBI)
પોસ્ટનું નામસ્પેશિયાલિસ્ટ ઓફિસર (Marketing & Foreign Exchange)
કુલ જગ્યાઓ350
અરજી કરવાનો પ્રકારOnline (ઓનલાઇન)
નોકરીનું સ્થળસમગ્ર ભારત (All Over India)

ખાલી જગ્યાઓની વિગત (Vacancy Details)

આ ભરતી અંતર્ગત કુલ 350 જગ્યાઓ ભરવામાં આવશે જેની વહેંચણી નીચે મુજબ છે:

આ પણ વાંચો
Plugin developed by ProSEOBlogger. Get free gpl themes.

  • Marketing Officer (Scale I): 300 જગ્યાઓ
  • Foreign Exchange Officer (Scale III): 50 જગ્યાઓ

મહત્વની તારીખો (Important Dates)

ઉમેદવારોએ નીચે મુજબના શિડ્યુલ પ્રમાણે પોતાની અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે:

  • ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 20 જાન્યુઆરી 2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 3 ફેબ્રુઆરી 2026
  • ઓનલાઇન પરીક્ષા (સંભવિત): ફેબ્રુઆરી અથવા માર્ચ 2026
  • ઇન્ટરવ્યુ (સંભવિત): માર્ચ અથવા એપ્રિલ 2026

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા (Eligibility Criteria)

દરેક પોસ્ટ માટે લાયકાત અને વય મર્યાદા અલગ-અલગ રાખવામાં આવી છે:

1. Marketing Officer (Scale I)

  • લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી Graduation અને 2 વર્ષનું full-time MBA/PGDM (Marketing Specialization).
  • વય મર્યાદા: 22 થી 30 વર્ષ.
  • અનુભવ: સંબંધિત ક્ષેત્રમાં 2 વર્ષનો અનુભવ જરૂરી છે.

2. Foreign Exchange Officer (Scale III)

  • લાયકાત: Graduation સાથે CA/CFA અથવા MBA (Finance). IIBF નું ફોરેક્સ સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે.
  • વય મર્યાદા: 25 થી 35 વર્ષ.
  • અનુભવ: બેંકિંગ ક્ષેત્રમાં 5 વર્ષનો અનુભવ, જેમાંથી 3 વર્ષ ફોરેક્સ કામગીરીમાં હોવા જોઈએ.

નોંધ: સરકારી નિયમો મુજબ SC, ST, OBC અને PwBD કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

અરજી ફી (Application Fee)

  • SC / ST / PwBD / મહિલા ઉમેદવારો: 175 રૂપિયા (Intimation Charges)
  • સામાન્ય (General) અને અન્ય ઉમેદવારો: 850 રૂપિયા

પસંદગી પ્રક્રિયા (Selection Process)

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં સિલેક્શન બે તબક્કામાં કરવામાં આવશે:

  1. Online Written Test: 100 ગુણની ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે. જેમાં Stream Specific (વિષયલક્ષી), Computer Knowledge અને Banking Awareness ના પ્રશ્નો પૂછાશે.
  2. Personal Interview: લેખિત પરીક્ષામાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી? (How to Apply)

  1. સૌ પ્રથમ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ www.centralbankofindia.co.in પર જાઓ.
  2. ત્યાં ‘Careers’ અથવા ‘Recruitment’ સેક્શનમાં જઈને “Recruitment of Specialist Officers 2026” લિંક પર ક્લિક કરો.
  3. તમામ વિગતો ભરીને નવું Registration કરો.
  4. ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ્સ, ફોટો અને સહી અપલોડ કરો.
  5. ઓનલાઇન પેમેન્ટ દ્વારા અરજી ફી ભરી દયો.
  6. છેલ્લે ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.

મહત્વપૂર્ણ લિંક્સ

  1. અન્ય બેન્કની ભરતી વિષે જાણવા : અહી ક્લિક કરો
  2. રેલ્વેની ભરતી વિષે જાણવા : અહી ક્લિક કરો

Leave a Comment